મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો


SHARE









મોરબીના ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે દ્વારા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી અને અજાણ્યા શખ્સ દ્વારા ઉદ્યોગકારના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો પણ મોકલાવવામાં આવ્યા હતા અને રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી જેની ફરિયાદના આધારે પોલીસે મૂળ બિહારના એક શખ્સની અગાઉ ધરપકડ કરી હતી તેના ભાઈ અને મુખ્ય સૂત્રધારાની હાલમાં ધરપકડ કરી છે

મોરબીના નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જાતે પટેલ (૩૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખંડણીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેઓના મોબાઈલ ફોન ઉપર મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને વોટસએપ ઓડીયો કોલ કરીને તેમજ ઓડીયો, વિડીયો અને મેસેજ મોકલાવીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીનેખંડણી માંગનારા અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ઉદ્યોગકારને મેસેજ, ઓડિયો અને વિડીયો મોકલાવીને ખંડણી માંગવાના ગુનામાં અગાઉ અમરૂમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) મૂળ બિહાર વાળાની ઝડપી લીધો હતો આ ગુનામાં હાલમાં એ ડિવિઝન પોલીસે અગાઉ પકડાયેલા આરોપીના ભાઈ અને મુખ્ય આરોપી કલીમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) રહે, જેકટીયા મમૈણીયા તાલુકો બેનિયા પશ્ચિમ ચંપારણ બિહાર વાળાની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે તેમજ આ ગુનામાં પકડવાના બાકી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કરલે છે 




Latest News