મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો વાંકાનેરના જુના લાલપર ગામે ઘર પાસેથી ઓટો રીક્ષા ની ચોરી હળવદના જુના માલણીયા ગામે શેરીમાં પાણી ઢોળવા બાબતે સમજાવવા ગયેલા વૃદ્ધને બે સગા ભાઈઓને માર માર્યો માળીયા (મી)ના હરિપર પાસે એસટીની પાછળ ટ્રક અથડાતાં બે મુસાફર મહિલાને ઇજા: બસમાં નુકશાન મોરબીમાં જુદાજુદા બે સ્થળે આગ લાગતાં દોડધામ: કોઈ જાનહાનિ નહીં મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુરમાં થયેલ મારમારીમાં ત્રણ મહિલા સહિત સાત સામે એટ્રોસીટી-મારામારીની ફરિયાદ


SHARE











 

હળવદના જુના ઇસનપુરમાં થયેલ મારમારીમાં ત્રણ મહિલા સહિત સાત સામે એટ્રોસીટી-મારામારીની ફરિયાદ

હળવદના જુના ઇસનપુર ગામે શાકભાજી વાળાની લારીમાંથી શાક લેવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધ અને તેના દીકરાને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્તને હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં લઈને ગયા હતા અને હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ મહિલા સહિત સાત સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જણાવ મળતી માહિતી મુજબ હળવદના જુના ઈશનપુર ગામે રહેતા ગીરીશભાઈ નાગરભાઈ પરમાર (૪૧)એ મનસુખભાઈ જેરામભાઈ કોળી, વિપુલભાઈ મનસુખભાઇ કોળી, જેરામભાઈ છગનભાઈ કોળી, મનસુખભાઇના પત્ની, જેરામભાઇના પત્ની, રાધાબેન મનસુખભાઇ કોળી અને મયુરીબેન મનસુખભાઇ કોળી રહે. બધા જુના ઇશનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે શાકભાજીની લારી પરથી શાકભાજી લેવા ગયેલ ત્યારે આરોપી મનસુખભાઈ જેરામભાઈ કોળીએ એવું કહ્યું હતું કે, “શાકભાજી લેવા તારે આવવાનુ નહી અને તારા ઘરે જ તારે શાકભાજી લેવાની” જેથી ફરિયાદી યુવાને આ ગામનો રોડ હોય અને મને મન થાય તે રીતે શાકભાજી લેવા આવીશ જેથી કરીને તેનું મનદુખ રાખીને મનસુખભાઈ કોળીએ જ્ઞાતિપ્રત્યે હડધૂત કરીને તને વધારે હવા છે ? તુ અહી જ ઉભો રહેજે તેમ કહીને પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈ આવી ફરીને ડાબા પગે ઢીચણથી નીચે મારી ફેક્ચર કર્યું હતું અને વિપુલભાઈએ લોખંડના પાઈપ વતી ફરિયાદીને ડાબા હાથે કોણી તથા કાંડાની વચ્ચે માર માર્યો હતો અને જેરામભાઈ છગનભાઈ કોળીએ પોતાના હાથમા રહેલ લોખંડના પાઈપ વતી ફરિયાદીના પિતા નાગરભાઈને ડાબા પગની પેની અને માથાના પાછળના ભાગે માર માર્યો હતો અને બાકીના આરોપીઓએ ફરિયાદી તેમજે તેના પિતાને ઢીકા પાટુનો માર મારી શરીરે મુઢ ઈજાઓ કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ-૩૨૩, ૩૨૫, ૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી અધિનિયમ સને-૨૦૧૫ ના સુધારાની કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News