મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાએ નવરાત્રી રાસ-ગરબા હરિફાઈનું આયોજન કરાયું


SHARE







મોરબી જિલ્લા કક્ષાએ નવરાત્રી રાસ-ગરબા હરિફાઈનું આયોજન કરાયું

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. અને સાથે સંગીતકાર ૪ (ચાર) રાખી શકશે. ઈચ્છુક  ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૧૨-૦૯-૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ (૩૬૩૬૪૨) ખાતે જમાં કરવાના રહેશે. તા.૧૨/૦૯/૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News