મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સાહસ એવોર્ડ માટે ૨૦ મી સુધી અરજી કરી શકશે


SHARE









મોરબી જીલ્લામાં સાહસ એવોર્ડ માટે ૨૦ મી સુધી અરજી કરી શકશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સાહસ-શૌર્ય, તબીબી અને સેવા, જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧ જે તે વર્ષની તા.૧- જાન્યુઆરી થી તા. ૩૧ ડિસેમ્બર સુધીના સમયગાળામાં સાહસ-શૌર્ય, તબીબી અને સેવા-જાહેર સુખાકારી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી હોય તેવા ગુજરાત રાજયના કોઇપણ વ્યક્તિ/સંસ્થાનું સરકારશ્રી દ્વારા સન્માન કરી એવોર્ડ એનાયત કરવા માટે અરજી મંગાવવામાં આવે છે. જેની નિયત નમુનાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬ તથા રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી - ૩૬૩૬૪૨ ખાતેથી મેળવી તથા તા.૨૦/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન, કામકાજના દિવસોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરીને જમાં કરાવવાનું રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News