મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને  બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં યોજાનાર વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને  બેઠક યોજાઈ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીએ સંબંધિત વિભાગોને માર્ગની સફાઈ, ડાયસ, બેઠક વ્યવસ્થા, ગ્રાઉન્ડ સફાઈ તથા અન્ય તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ એન.જી.ઓ., શૈક્ષણિક સંસ્થાઓ તથા મોરબી શહેર અને જિલ્લાના લોકો વધુને વધુ શોર્ય અને વિરાંજલીના આ કાર્યક્રમમાં મહાભાગી બને તેવું આયોજન કરવા પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૭મી સપ્ટેમ્બરના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ખાતે વિરાંજલી કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ દેશભક્તિનો અનોખો મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમ છે જેમાં સાઈરામ દવે સહિતના ૧૨૦ કલાકારો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મંત્રી સાથે જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા






Latest News