મોરબી જિલ્લા પંચાયતમાં જુદી જુદી સમિતિઓની રચના સહિતના એજન્ડાઓ સાથે બોલાવવામાં આવેલ સામાન્ય સભા આજે મુલ્તવી: 29 મીએ મળશે બેઠક મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જેઠ-જેઠાણીનો જમીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જેઠ-જેઠાણીનો જમીન ઉપર છુટકારો

મોરબીના ખત્રીવાડમાં પરણીતાએ આપઘાત કર્યો હતો જેથી કરીને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ સહિત જે તે સમયે ચાર આરોપીની ધરપકડ કરેલ હતી અને આ ગુનામાં આરોપી જેઠની હાઇકોર્ટમા જમીન અરજી મૂકવામાં આવી હતી જેના આધારે તેનો જામીન ઉપર છુટકારો થયેલ છે અને જેઠાણીનો આગોતરા જામીન ઉપર છુટકારો થયેલ છે

મોરબીના ખત્રીવાડમાં થોડા સમય પહેલા વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (૨૨)એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી મૃતક મહિલાના પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાએ તેમના જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણયોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ)કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ) અને અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) રહે.બધા ખત્રીવાડ શેરી નં.-૨ મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા

 

વધુમાં વકીલ પાસેથી મળતી માહિતી મુજબ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થવા છતા બાળક કેમ થતુ નથી..તેવા મેંણાટોંણા મારીને દુ:ખત્રાસ આપતા હતા જેથી સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાની દીકરીએ આપઘાત કર્યો હતો આ ગુનામાં પકાયેલ યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણની હાઇકોર્ટમા રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મહેનાઈઝબેન પરમાર દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં લઈને કોર્ટે યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણના ૧૦,૦૦૦ ના જામીન મંજૂર કરવામાં આવેલ છે અને અગાઉ મૃતકની જેઠાણી અવનીબેન યોગેશભાઈ ચૌહાણની આગોતરા જામીન અરજી પણ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે.






Latest News