વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ, યુવાન ઇજાગ્રસ્ત


SHARE









મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ, યુવાન ઇજાગ્રસ્ત

મોરબી પંથકમાં હાલ તસ્કરો તેમજ ગુનેગારો માટે રેડુપડ હોય તેમ છાસવારે ક્રાઇમની ઘટનાઓ બનતી રહે છે જેમાં દુકાનના તાળા તોડીને લાખો રૂપિયાનો માલ સામાન ચોરી જવો, તેમજ ઘરફોળ ચોરી, વાહન ચોરી અને હાલ અનેક જગ્યાએ લૂંટના પણ પ્રયાસો સાંભળવા મળે છે.જોકે લુંટના બનાવોમાં ફરિયાદો નોંધાતી ન હોય પોલીસ નિષ્ક્રિય બની જાય છે અને તેનો ભોગ લોકો બને છે. એવો જ વધુ એક બનાવ મોરબીના પીપળીયા ચોકડી નજીક બન્યો હતો.જેમાં યુવાન રોડ ઉપર પોતાના ગામ સરવડ જવા માટે ઉભો હતો ત્યારે એક અજાણ્યુ બાઈક કે જેમા બે ઇસમો સવાર હતા તેઓએ યુવાનને પોતાની પાછળ બેસાડ્યો હતો અને બાદમાં આગળ જઇને રસ્તામાં બાઈક ઉભું રાખીને યુવાન પાસે રહેલ મોબાઈલની લુંટ ચલાવવા માટે યુવાનને માર મારવામાં આવ્યો હતો.જેથી ભોગ બનેલ યુવાન ખેતરમાં ભાગ્યો હતો અને તેને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.સદભાગ્યે તે બાજુના કારખાનામાં પહોંચી જતા તેનો જીવ બચી ગયો હતો માટે હાલ સ્થાનિકો તેમજ વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પોલીસ દ્રારા પેટ્રોલિંગ વધારવામાં આવે અને આવા લૂંટારૂતત્વોને ઝેર કરવામાં આવે.

મળતી માહિતી મુજબ પીપળીયા ચાર રસ્તા ઉપર મિલન હેર પાર્લર નામની દુકાન ચલાવતા ભરતભાઈ બાબરીયાની દુકાનનો કારીગર રાત્રે પોતાના ઘર સરવડ તરફ જતો હતો તે દરમિયાન એક મોટર સાયકલ ઉપર સવાર બે વ્યકિતઓએ છરી બતાવીને યુવાનને ફોન તેમજ રૂપિયા આપી દેવા ધમકાવ્યો હતો.રિંકુભાઈ રાજપૂત નામના ભોગ બનેલા કારીગરે હિંમત દાખવીને બૂમાબૂમ કરીને પીપડીયા ચોકડી તરફ દોટ મુકી.તો લુંટારૂઓ તેની પાછળ આવતાં રિંકુભાઇએ મોબાઈલ ફેંકી ખેતરમાં દોટ મુકી ભાગવામાં સફળ રહ્યો હતો અને સામાન્ય પત્થર તથા બાવળના કાંટા લાગ્યા હતા અને તે બાજુના કારખાના સુધી પહોંચી જતા તેનો જીવ બચી ગયો હતો.ભરતભાઈ બાબરીયાએ આ બાબતે માળીયા પોલીસને જાણ કરતાં પોલીસે પેટ્રોલિંગ વધારવાની ખાત્રી આપીને સારો રિસ્પોન્સ આપ્યો હતો.તેમજ કોઇ શંકાસ્પદ વ્યકિત જણાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું છે.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ બનાવ ધ્યાને આવતા રાત્રિના પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે અને જો કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમ નંબર (૦૨૮૨૨) ૨૪૩૪૭૮ ઉપર અથવા માળીયા પોલીસ મથકે જાણ કરવા જણાવાયેલ છે




Latest News