મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ગણેશ મહોત્સવમાં વેશભૂષા કાર્યક્રમ, ભૂલકાઓથી લઈને યુવાનોએ ઉત્સાભેર ભાગ લીધો


SHARE









મોરબીના ગણેશ મહોત્સવમાં વેશભૂષા કાર્યક્રમ, ભૂલકાઓથી લઈને યુવાનોએ ઉત્સાભેર ભાગ લીધો

મોરબીમાં ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઘંટિયાપા શેરીમાં ઘંટિયાપા મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં ગણેશ પૂજન સાથે વિવિધ કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો જેનો લત્તાવાસીઓએ લાભ લીધો છે.મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટિયાપા શેરીમાં ગણેશ મહોત્સવ નિમિતે વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં રામાયણના ભગવાન શ્રીરામ, સીતાજી અને હનુમાનજી, મહાભારતના ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન સહિતના પાત્રો ભજવવામાં આવ્યા હતા તે ઉપરાંત લોકપ્રિય સીરીયલ તારક મહેતાના પાત્રો પણ યુવાનોએ ભજવ્યા હતા જે કાર્યક્રમમાં નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તે ઉપરાંત ટેડી બીયર, ભૂત અને જોકર સહિતના પાત્રો ભજવવામાં આવ્યા હતા જે કાર્યક્રમને નિહાળવા આસપાસના રહીશો પણ ઉમટી પડ્યા હતા અને લોકોએ મન ભરીને કાર્યક્રમને માણ્યો હતો તે ઉપરાંત ગણેશ મહોત્સવમાં સત્ય નારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવનાર છે જેનો ભક્તજનોએ લાભ લેવા જણાવ્યું છે.




Latest News