મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી-માળિયા તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકશાન: વળતર આપવા અરવિંદભાઇ વાસદડિયાની મંત્રીને રજૂઆત


SHARE









મોરબી-માળિયા તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકશાન: વળતર આપવા અરવિંદભાઇ વાસદડિયાની મંત્રીને રજૂઆત

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન મોરબી અને માળિયા તાલુકામાં સતત વરસાદ પડ્યો છે અને સરેરાશ વરસાદ વધુ પડ્યો હોવાથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા રાજ્યના પંચાયત વિભાગના મંત્રીને લેખિત રજૂઆત કરીને મોરબી તથા માળિયા વિસ્તારમાં ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનનો સર્વે કરીને સરકાર તરફથી મળવાપાત્ર વળતર વહેલી તકે ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પંચાયત વિભાગના રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમને જણાવ્યું છે કે મોરબી અને માળિયા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સતત વરસાદના કારણે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ થયેલ છે અને કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરી શક્યા નથી અને ક્યાંક વાવણી થયા બાદ ત્યાં ખેડ કે નીંદણ ન થઈ શકવાના કારણે તે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે જેથી કરીને ખેડૂતોને નુકસાન વહેતું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે

ત્યારે ખેડૂતોને નુકસાનીમાંથી રાહત મળે તે માટે થઈને સરકાર દ્વારા તાત્કાલિક મોરબી અને માળિયા તાલુકા વિસ્તારમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલ નુકસાનની સામે વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે વધુમાં તેમને જણાવ્યું છે કે મોરબી તાલુકાના આમરણ, બગથળા, સનાળા, મહેન્દ્રનગર, ઘૂટું, રવાપર, રાજપર અને જેતપર જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારો તેમજ માળિયા તાલુકાના ખાખરેચી અને મોટા દહીસરા જિલ્લા પંચાયત હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોની અંદર તાત્કાલિક અધિકારીઓ દ્વારા ખેતીના પાકને થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરેલ છે




Latest News