વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદનાં જુના દેવળીયામાં જુગાર રમતા નવ શખ્સો ૩.૦૭ લાખની રોકડ સાથે ઝડપાયા


SHARE









હળવદનાં જુના દેવળીયામાં જુગાર રમતા નવ શખ્સો ૩.૦૭ લાખની રોકડ સાથે ઝડપાયા

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩.૦૭ લાખની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રશ્મીનભાઈ જગજીવનભાઈ ભોરણીયાના રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રશ્મીનભાઈ જગજીવનભાઈ ભોરણીયા જાતે પટેલ (૪૦), મુનાલાલ જેઠાલાલ પુજારા જાતે લુહાણા (૪૨), હર્ષદભાઈ બનુભાઈ પઢીયાર જાતે રાજપુત (૩૭), સંજયભાઈ શનાભાઈ ચરમારી જાતે કોળી (૨૭), કલ્પેશકુમાર જયંતીભાઈ અઘારા જાતે પટેલ (૩૩), કાંતીલાલ કરશનભાઈ અઘારા જાતે પટેલ (૪૯), અજીતસિંહ બટુકસિંહ પરમાર જાતે દરબાર (૩૫), રમેશભાઈ ઉર્ફે ભરતભાઈ ગાંડુભાઈ જોટાણીયા જાતે પટેલ (૩૬) અને યુવરાજસિંહ બાપુભા પરમાર જાતે દરબાર (૩૫) રહે. બધા જ જુના દેવળીયા વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડ ૩,૦૭,૦૦૦ રૂપિયા કબ્જે કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News