મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે બે સ્થળોએ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ


SHARE







મોરબીમાં રવિવારે બે સ્થળોએ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ

મોરબીના બે જુદાજુદા સ્થળોએ આવતા રવિવારે પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવશે.

પ્રકૃતિ પ્રેમીઓને નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા જીણ કરવમાં આવેલ છેકે મોરબીના શનાળા રોડ ખાતે ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર નજીક આગામી તા.૧૧- ૯ (દર મહિનાના બીજા રવિવારે) સવારે ૮:૩૦ થી બોપોરે ૧ સુધી કેમ્યનું આયોજન કરાયેલ છે.જેમા ખરખોડી (ડોડી) ના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.તેમજ કેસર કલમી આંબા (૧૦૦ રૂપિયા) નું રાહત દરે વિતરણ કરાશે.તેમજ હાથે ખાંડેલ દેસી ઓસડિયા, અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, માટીના કુંડા, તાવડી, દેશી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, કદમ-ફાલસાના રોપા તેમજ વિવિધ જાતના ફૂલછોડ નું રાહત દરે વિતરણ કરવામાં આવશે.વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો. ૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા પ્રમુખ, નવરંગ નેચર ક્લબ-રાજકોટ (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.

હરડે પ્રચાર કેન્દ્ર

હરડે પ્રચાર કેન્દ્ર-મોરબી દ્વારા પણ મોરબીમાં આગામી તા.૧૧ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ દરમ્યાન અહિંના માર્કેટિંગ યાર્ડની પાસે આરડીસી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ,મોરબી ખાતે પ્રાકૃતીક વસ્તુઓનું વેચાણ કરાશે.કેમ્પમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વિગેરે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે યાદીમાં જણાવેલ છે કે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌએ આ વેંચાણ કેન્દ્રનો લાભ લેવો.નિરોગી રહીએ પ્રકૃતિ તરફ વળીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ અને તે માટે ખરીદીએ જતા સમયે ઘરેથી જ કાપડની થેલી સાથે લાવીએનો અભીગમ કેળવવા અપીલ કરવામાં આવેલ છે






Latest News