મોરબીમાં જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી માતાને આપી શ્રધ્ધાંજલિ
મોરબીના ધારાસભ્યએ “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” માટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
SHARE









મોરબીના ધારાસભ્યએ “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” માટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
સરકાર દ્વારા “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” એટલે કે સરકારી શિક્ષકોની પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્ય દ્વારા રાજયના શિક્ષણ મંત્રીને આ મુદે પત્ર લખવામાં આવ્યો છે અને “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” માટે પુનઃ વિચારણા કરવા માટે વિનંતી કરી છે
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેની છેલ્લા થોડા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘમાસાણ મચી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઈન મિટીંગ બોલાવવામાં આવી જેમાં તમામ જિલ્લાઓના ૮૦ થી ૯૦ ટકા શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું હતું અને આ બાબતે શિક્ષકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મોરબી માળીયા બેઠકના ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા હાલમાં રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખવામાં આવ્યો છે અને સરકાર દ્વારા “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” માટે જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સામે મોરબી જિલ્લા સંઘ તરફથી તેઓને રજૂઆતો મળી હોવાથી “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” એટલે કે સરકારી શાળાના શિક્ષકોની પરીક્ષા લેવા બાબતે પુનઃ વિચારણા કરવા માટે તેમણે વિનંતી કરેલ છે
