મોરબીના ધારાસભ્યએ “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” માટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
વાંકાનેરમાં તહેવારો પહેલા ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવાની માંગ ઉઠી
SHARE









તંત્ર દ્વારા ક્યારેય ચેકીંગ નથી કરાતુંની ઉઠતી ચર્ચા ! કોરોના કાળમાં ભાવ બાંધણું પણ જરૂરી
( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં સાતમ આઠમનાં તહેવારો પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ચેકીંગ કરવા અને કોરોના કાળ વચ્ચે ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવો શહેરીજનોમાંથી સૂર ઉઠવા પામેલ છે.
સાતમ આઠમનાં તહેવારો નજીક છે,લોકો દ્વારા તહેવારમાં મીઠાઈ ફરસાણની ધૂમ ખરીદી કરવામાં આવે છે, ત્યારે ફરસાણનાં વેપારીઓ દ્વારા વાપરવામાં આવતું તેલ, મીઠાઈ બનાવવા માટે વપરાતો માવો સહિત ફરસાણમાં વપરાતી તમામ સામગ્રીનું તંત્ર દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવે તે અનિવાર્ય છે, જો અખાદ્ય - વાસી કે જન આરોગ્ય માટે જોખમી ચીજ વસ્તુઓનો વપરાશ થતો હોય તો તેનો નાશ કરવો જોઈએ, આ ઉપરાંત બે વર્ષ થી કોરોના કાળ ચાલી રહ્યો હોય મીઠાઈ ફરસાણ નું ભાવ બાંધણું પણ કરવામાં આવે તે પણ ખાસ અનિવાર્ય છે, તહેવારો પૂર્વે રાજકોટ, મોરબી જેવા અનેક શહેરોમાં આ પ્રકારની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ વાંકાનેર શહેરમાં લાંબા સમયથી ક્યારેય પણ તંત્ર દ્વારા આ પ્રકારનું ચેકીંગ કરવામાં આવ્યું નથી ! કે ભાવ કોઈ બાંધણું પણ કરવામાં આવતું નથી ! તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.
