મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માનવ કલ્યાણ યોજનાની ટાસ્ક ફોર્સ કમીટીની બેઠકમાં મળી


SHARE











મોરબી જીલ્લામાં માનવ કલ્યાણ યોજનાની ટાસ્ક ફોર્સ કમીટીની બેઠકમાં મળી

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે વધારાના ઓજારો સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા ફેરીયા, શાકભાજી વેચાનાર, સુથારીકામ વગેરે જેવા ૨૭ ટ્રેડમાં નાના કદના વેપારધંધા કરતા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ સુધીની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ અલગ અલગ કિંમતના સાધનો/ઓજારના સ્વરૂપમાં સહાય આપવા માટે જિલ્લા માથી મળેલ અરજી મંજુર કરવા માટે ટાસ્ક ફોર્સ કમીટીની બેઠક મળી હતી.

આ બેઠકમાં મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહી જિલ્લામાં ગરીબી રેખા નીચેના લાભાર્થીઓ આ યોજનાથી કોઈ વંચીત ન રહે તે જોવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરને જણાવ્યું હતુ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અન્ય યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓને મળે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. વધુમાં ધારાસભ્યએ I.C.E. અંગે જણાવ્યું હતું કે ઈન્ફોરમેશન, કોમ્યુનીકેશન અને એજ્યુકેશનનો લોકોને બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોની અન્ય યોજનાઓની માહિતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પાસેથી મેળવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર એસ.બી.ભાટીયાએ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીને વિગતો આપતા જણાવ્યું કે માનવ કલ્યાણની આ અગાઉની બેઠકમાં ૧૧૩ અરજીઓ મંજુર કરવામાં આવેલ છે. અને આ બેઠકમાં ૧૫૫ અરજી મંજુર કરવા પાત્ર થાય છે. જેની બેઠકમાં સર્વે સભ્યોએ મંજુર કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી.ભાટીયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર (ક્રેડીટ) વાય.આર.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વિપુલભાઈ જીવાણી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હરેશભાઈ દોરાલા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News