મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મિત્રની રૂપિયાની લેતીદેતી બાબતે સ્થળ ઉપર ગયેલા યુવાનને છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા


SHARE









વાંકાનેરમાં મિત્રની રૂપિયાની લેતીદેતી બાબતે સ્થળ ઉપર ગયેલા યુવાનને છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રૂપિયાની લેતીદેતી બાબતે મારમારીનો બનાવ બન્યો હતો ત્યારે જે વ્યક્તિને રૂપિયા આપવાના હતા તેની બદલે વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતો યુવાન આબયો હતો અને તેની સાથે બોલાચાલી થયેલ હતી બાદમાં તે યુવાનને છરીના બે શખ્સો દ્વારા જીવલેણ ચાર થી વધી ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક શનિવારે મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ સંદર્ભે વાંકાનેરના પીઆઇ એન.કે.વસાવા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક અમિતભાઈના મિત્ર સાથે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોની પૈસાની લેતીદેતી થયેલ હતી અને ઈમરાન તેમજ ઇનાયતને રૂપિયા લેવાના હતા જેથી કરીને અમિતભાઈ તેના મિત્રના બદલે બનાવ વાળી જગ્યાએ આવ્યા હતા ત્યારે બોલાચાલી થયેલ હતી અને તે સમયે અમિતને ઈમરાન તેમજ ઇનાયત સહિતના ચારેક શખ્સો દ્વારા છરી સહિતના તીક્ષ્ણ હથિયરના ઘા ઝીકી દીધા હતા જેથી કરીને અમિતભાઈનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને ઈમરાન તેમજ ઇનાયત સહિતના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 




Latest News