મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત


SHARE











મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધે આર્થિક સંકળામણને લઈને એસિડ પી લીધું હતું.જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધમું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ ધુળકોટીયા જાતે પ્રજાપતિ નામના ૬૧ વર્ષીય આધેડ બે દિવસ પહેલા એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.જયાં ટુંકી સારવાર બાદ ગઇકાલે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ રાજકોટ જઈ તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે મૃતક મગનભાઈ ધૂળકોટીયાએ હોમ લોન લીધેલ હતી અને હાલ તેમને આર્થિક સંકળામણ હોય તેના લીધે લોનના હપતા ચડત થઈ ગયા હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તેને લઈને તેઓએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું.

મારામારીમાં ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા કાદર મામદભાઈ રાહીજા (૪૭) અને હાજી મામદભાઈ રાહીજા (૩૫) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં દેવરાજભાઈની વાડીએ કામ દરમિયાન સાપ કરડી જવાથી સતીબેન હીરાભાઈ વાઘેલા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા મૈયાબેન મૂળજીભાઈ ઉકેડીયા નામની ૨૫ વર્ષની મહિલા ગામના રામજી મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાન તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.




Latest News