મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો


SHARE









માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

માળીયા મીયાણી ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને ૮૦૬૪૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં મોરબીમાં રહેતા શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ચેકપોસ્ટ પાસેથી કચ્છ બાજુથી આવતી અને મોરબી તરફ જતી કાર નંબર જીજે ૧૨ એફએ ૫૧૦૭ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ ૪૦૦૦ રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન અને આઠ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૮૦૬૪૦૦ ના મુદ્દામાલ સાથે મૂળ બિહારના મુઝફરપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ ઓમકાર રેસીડેન્સીમાં ૧૦૨ નંબરના ફ્લેટમાં રહેતા દીપકકુમાર જયનારાયણ સિંઘ (૩૧) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કયાંથી લઈને લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News