મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના શ્રી હરી પાર્કના બંધ મકાનમાંથી દાગીના-રોકડા મળીને ૩.૬૭ લાખથી વધુના મુદામાલની ચોરી


SHARE









મોરબીના શ્રી હરી પાર્કના બંધ મકાનમાંથી દાગીના-રોકડા મળીને ૩.૬૭ લાખથી વધુના મુદામાલની ચોરી

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ શ્રી હરી પાર્કમાં રહેતા યુવાનના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરના તાળાં તોડીને ઘરમાંથી સોનાનો ચેન, સોનાનો સેટ, સોનાના પેંડાલ અને રોકડા રૂપિયા ૧.૦૫ લાખ આમ કુલ મળીને ૩.૬૭ લાખથી વધુના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળીયાના મેઘપર ગામના રહેવાસી અને હાલ શ્રી હરી પાર્ક સમજુબા સ્કુલ પાસે નાની વાવડી ગામે રહેતા વિનોદભાઈ કુંભાભાઈ સોંલકી જાતે દેવીપુજક (૩૫)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૮ ના રોજ રાતે ૧૦ વાગ્યાથી બીજા દિવસે સવાર સુધી તેનું ઘર બંધ હતું કેમ કે તે પોતાના ગામડે પિતૃકર્યામાં હાજરી આપવા માટે પરિવાર  સાથે ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવીને મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરીને સોના દાગીનાના બોક્ષ ખોલી સોનાનો સેટ જેમા કાનની બુટી તેમજ ગળામા પહેરવાનો હાર (સેટ) જે બન્ને થઈને આશરે ૨૩ ગ્રામ, ગળામા પહેરવાનો સોનાનો ચેન આશરે ૧૨ ગ્રામ, સોનાનુ પેંડલ આશરે ૭ ગ્રામ, સોનાની વીંટી નંગ ત્રણ આશરે વજન ૧૧ ગ્રામ, ચાંદીના સાંકળા, ચાંદીની લકી, મંગળ સુત્ર, સોનાનુ પેંડલ ૧ વજન આશરે ૦.૫૬ ગ્રામ, ચાંદિનો ઝુડો વજન આશરે ૧.૫૨, કાનમા પહેરવાની સોનાની બુટી આશરે ૧૦ ગ્રામ અને રોકડા રૂપીયા ૧૦૫૦૦૦ આમ કુલ મળીને ૩,૬૭,૭૫૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News