મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પુ.રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા આગામી રવિવારે તેજસ્વીતા અભીવાદન સમારોહ યોજાશે


SHARE









મોરબીમાં પુ.રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા આગામી રવિવારે તેજસ્વીતા અભીવાદન સમારોહ યોજાશે

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી તા.૧૮-૯ ને રવિવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવેલ છે.

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહમંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષીએ યાદીમાં જણાવેલ છે કે આગામી તા.૧૮-૯ ને રવિવારના રોજ બપોરે ૨ થી ૭ પંચમુખી હનુમાનજી મંદિર, ઉમા ટાઉનશિપ સામે, વેજીટેબલ રોડ, સામાકાંઠે મોરબી - ૨ ખાતે સરસ્વતિ-વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ વખતે રેકોર્ડ બ્રેક ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા છે અને તમામ ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે જેથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની સમગ્ર ટીમ દ્વારા મોરબીમાં વસતા તમામ ભૂદેવોને આ કાર્યક્રમમાં જોડાવવા માટે હાકલ કરવામાં આવેલ છે.જાણીતા કથાકાર અને વક્તા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે અને પ્રાસંગિક ઉદબોધન પણ કરવામાં આવશે માટે સર્વેને તેનો લાભ લેવા માટે પણ યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News