વિદ્યાદાન હોય તો નીતિમતા અને સંસ્કારનું સિંચન થાય, વિક્રય બને તો બધુ જ લોપ: ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા
મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાં વીજળી પડતા ૧૦ ભેંસના મોત
SHARE
મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાં વીજળી પડતા ૧૦ ભેંસના મોત
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં વરૂડી માતાના મંદિર પાસે જાહેર ખરાબામાં બાંધવામાં આવેલ દસેક જેટલી ભેંસ ઉપર વરસાદી વીજળી પડતા ૧૦ ભેંસોના મોત નીપજયા હતા.
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વાલાભાઈ રાજુભાઈ રાઠોડ જાતે ભરવાડ (ઉમર ૩૮) ધંધો માલધારી રહે.મોરબી નવલખી રોડ રેલ્વે કોલોની પાસે મફતપરા વિસ્તારવાળાએ જાહેરાત કરી જણાવ્યું હતું કે તા.૧૨-૯ ના રોજ સાંજના છેએક વાગ્યાના અરસામાં ઊંચી માંડલ ગામની સીમા વરૂડી માતાના મંદિરની પાસેના ખરાબમાં તેઓની તેમજ અન્ય સાહેદોની ભેંસો બાંધવામાં આવી હતી અને ભેંસ દોહવાનું કામ ચાલુ હતું તે દરમિયાન વરસાદી વીજળી પડવાના લીધે દસેક જેટલી ભેંસ કે જે દરેકની ભેંસની કિંમત એકાદ લાખ જેવી થાય તે દશ ભેંસના મોત નિપજયા હતા અને હાલ વેટરનરી ડોક્ટર દ્વારા મૃત ભેંસોના પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી કરવામાં આવેલ અને આ અંગે આગળ તપાસ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
નવસારીના મહારાજા સામાદેવી રોડ હિમાલયા કોમ્પ્લેક્ષ નજીક રહેતા સુમિત્રાબેન કમલેશભાઈ અઘેરા નામની ૪૦ વર્ષની મહિલા મોરબી તાલુકાના ચાંચાપર અને ખાનપર ગામની વચ્ચે બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાનમાં બાઈક સ્લીપ થઈ જતા તેઓના જમણા હાથે ઇજા થતાં તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા યુનુસભાઈ કાસમભાઇ સુમરા નામનો ૪૨ વર્ષનો યુવાન પોતાના ઘરેથી નવલખી પોર્ટ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક પણ સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત થયેલા યુનુસભાઈ સુમરાને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.