મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માતા-પિતાએ તર છોડાયેલી બાળકીને ૧૮૧ અભયમ ટીમે સુરક્ષિત સ્થાને આશ્રય અપાવ્યો


SHARE













મોરબીમાં માતા-પિતાએ તર છોડાયેલી બાળકીને ૧૮૧ અભયમ ટીમે સુરક્ષિત સ્થાને આશ્રય અપાવ્યો

મોરબી ૧૮૧ ની ટીમો માહીતી આપતા જણાવેલ છેકે, ગત તા.૧૧-૯ ના રોજ  રાત્રિના અંદાજે ૯:૦૦ વાગ્યા આસપાસ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃતિ નાગરિક દ્વારા કોલ કરી અને જણાવેલ કે એક અંદાજે ૧૨ વર્ષની ઉંમરની બાળકી થોડા કલાકોથી જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ પાસે એકલી બેઠેલી છે અને ભૂલી પડી ગયેલ તેમજ ગભરાયેલ હોય તેવું જણાય છે.

બનાવની ગંભીરતા જાણી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જાગૃત નાગરિક સાથે વાત ચિત કરતા જાણવા મળ્યું કે તેઓ અહીં બાજુમાં દુકાન ચલાવે છે અને છેલ્લા પાંચ-છ કલાકથી આ બાળકી અહીં એકલી બેઠેલી હતી અને બાળકીને પોતાના વિશે અને તેના માતા પિતા વિશે તેમજ સરનામું વગેરે પૂછતા ગભરાયેલ હોય કંઇ જ જણાવેલ નહિ તેથી ૧૮૧ માં કોલ કરી મદદ માંગેલ ત્યારબાદ બાળકીને વિશ્વાસમાં લઈ રેસક્યું વાનમાં બેસાડી થોડું જમાડી ધીરે ધીરે કુશળ  કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેના માતા પિતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીકામ કરવા મહારાષ્ટ્રથી આવેલ છે અને તે ક્યાં ગામમાં ખેતીકામ કરે છે તેનું નામ આવડતું ન હોય તથા તે આજે તેના માતા પિતા સાથે ઓટો રિક્ષામાં મોરબી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે મોરબી આવેલ હતા ત્યારે તેના પિતા નશાની હાલતમાં તેની માતા સાથે ઝગડો થયેલ હોય તેના માતા અને પિતા ઝગડો કરતા કરતા ક્યાંક ચાલ્યા ગયા હતા તેના પિતાએ મોબાઈલ વેંચી નાખેલ હોવાથી તેના પિતાનો સંપર્ક થઈ શક્યો નહિ અને તેના સગા સબંધી તથા અન્ય પરિવારના સભ્યોના કોન્ટેક્ટ નંબર બાળકીને ખ્યાલ ન હોવાથી તેના સગા સબંધી વિશે કઈ જ વિગત મળેલ ન હોવાથી બાળકીને રાત્રીનો સમય હોવાથી અને વરસાદ વરસતો હોવાથી સુરક્ષિત આશ્રય માટે વિકાસ ગૃહ(મોરબી) ખાતે લઈ જવામાં આવેલ અને સાથે સાથે ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઈનમાં જાણ કરી બાળકી વિશે સમગ્ર હકીકત જણાવી બાળકી માટે આગળ કાર્યવાહી કરવા જણાવેલ હતું.








Latest News