મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પણ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક: રમેશભાઈ ઓઝા


SHARE









સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પણ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક: રમેશભાઈ ઓઝા

મોરબીમાં ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની કથા ચાલુ છે ત્યારે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ મહાદેવને લઈને જે ટિપ્પણી કરી હતી તેને ધ્યાનમાં રાખીને કોઈનું નામ લીધા વગર વ્યાસપીઠેથી આકરી જાટકણી કરી હતી અને તેઓએ કહ્યું હતું કે, કોઈનું દિલ દુભાઈ તેવું ન કરીએ અને દરેક સંતો સનાતન ધર્મના અંગો છે અને સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પરંતુ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક સાબિત થશે તેવી સદભાવના પૂર્વક મે અપીલ કરલે છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા મોરબી પંથકમાં કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા લોકોના આત્માના મોક્ષર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાના મુખેથી લોકો કથાનું શ્રવણ કરી રહ્યા છે દરમિયાન આજે ભાઇશ્રી દ્વારા સનાતન ધર્મને નુકશાન કરવા માટે જે રીતે તાજેતરમાં સ્વામિ નારાયણ  સંપ્રદાયના સંત દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને આકરી ટીકા કરી હતી અને તેઓએ કહ્યું હતું કે, બધા જ સાધુ પુરુષો સારું જ કામ કરે છે ત્યારે કોઈને ઉતારી પાડવાની પ્રવૃતિ કોઈએ ન કરવી જોઈએ અને પરસપર સહયોગ તથા સંગઠનથી કામ કરવામાં આવશે તો સનાતન ધર્મ વધુ મજબૂત બનશે આજે હું જેમ દૂભયો છું તેમ હજારો અને લાખો દુભાયા છે તેવા સમયે વાતાવરણ ન બગડે તે માટે મે વ્યાસપીઠેથી સદભાવના પૂર્વક મે અપીલ કરલે છે




Latest News