મોરબીનાં નાની વાવડી, વનાળિયા, અને માનસર સહિતના ગામોની ખેતીને સતત બરસદથી ભારે નુકશાન
SHARE
મોરબીનાં નાની વાવડી, વનાળિયા, અને માનસર સહિતના ગામોની ખેતીને સતત બરસદથી ભારે નુકશાન
મોરબી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયા હતા જેથી કરીને ખેડૂતો દ્વારા જુદાજુદા પાક લેવા માટે જે વાવેતર કરવામાં આવ્યું હતું તેના છોડ પાણીના રહેવાના લીધે ખેડૂતોનો ચોમાસુ પાક મોટેભાગે નિષ્ફળ ગયો છે જેથી કરીને સરકાર દ્વારા ખેડૂતોને તેની નુકશાની સામે જરૂરી સર્વે તાત્કાલિક કરીને સહાય આપવામાં આવે તેવી માંગ મોરબી તાલુકાનાં નાની વાવડી, વનાળિયા અને માનસર સહિતના ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધીમીધારે જો કે, સરેરાશ વરસાદ ઘણો પડ્યો છે જેથી કરીને ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે કપાસ, તલ, તુવેર સહિતના પાકનું વેવતર કર્યું હતું જે ખેતરોમાં સતત વરસાદના લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને પાણીમાં પાકના છોડ રહેવાના લીધે ખેતીમાં મોટું નુકશાન થયું છે જો કે, હજુ સુધી સરકારી અધિકારીઓએ દ્વારા ખેડૂતોને થયેલા નુકશનનો કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવેલ નથી ત્યારે મોરબી તાલુકાની વાત કરીએ તો સંપૂર્ણપણે તમામ પાક નિષ્ફળ ગયા હોય તેવું અત્યારે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી રહયું છે અને ખેતીમા મોટુ નુકશાન થયું છે છતાં પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય મળે તે માટે યોગ્ય વ્યવસ્થા હજુ સુધી સરકાર દ્વારા ઉભી કરવામાં આવી નથી અને ખેડૂતોએ પાક લેવા માટે મેહનત મજૂરી કરીને લાખો રૂપિયાનું આંધણ ખેતીમાં કર્યું હતું પરંતુ હાલમાં કોઈ ઉપજ આવે તેવી શ્ક્યતા દેખાતી નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકશાન સામે યોગ્ય વળતર આપવામાં આવે તેવી મોરબી તાલુકાનાં નાની વાવડીના માજી સરપંચ જયંતિભાઈ પડસુંબિયા, વનાળિયાના માજી સરપંચ જીવરાજભાઈ દેકાવડિયા અને માનસરના ખેડૂત લક્ષ્મણભાઈ ચિખલિયા સહિતના ગામના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે