મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈનો અનોખો સંકલ્પ


SHARE









વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈનો અનોખો સંકલ્પ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજરોજ જન્મદિવસ હોય દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે અને ગાય માતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને દીર્ઘાયુ માટે મળે તેવી શુભ ભાવના સાથે તેઓએ ગાય અને ગૌવંશોને ૭૨ ટન સુખડીનો પ્રસાદ આપવા માટેનો સંકલ્પ કર્યો છે અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૨ મો જન્મદિવસ છે ત્યારે સમગ્ર ભારત દેશમાં દરેક શહેર, જિલ્લા અને ગામડાઓ સુધી તેના જન્મદિવસની સેવાકીય કામ કરીને તેમજ કેક કટીંગ કરીને જુદી જુદી રીતે ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિત્તે ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આજે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ગાયો માટે સુખડી બનાવવા માટેની કામગીરી સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવી રહી છે અને દરરોજ ત્રણથી પાંચ ટન જેટલી સુખડીનો પ્રસાદ બનાવીને ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયો અને ગૌવંશોને આપવામાં આવશે ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ ગાય માતાના નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ મળે તેવી શુભ ભાવના સાથે ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

#narendrmodi #gujaratbjp #morbibjp #morbitoday




Latest News