મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સભારાવાડી પ્રા.શાળા તથા શકત શનાળા (કુ.)પ્રા.શાળા વચ્ચે ટ્વીનીંગ કાર્યક્રમ


SHARE









મોરબી સભારાવાડી પ્રા.શાળા તથા શકત શનાળા (કુ.)પ્રા.શાળા વચ્ચે ટ્વીનીંગ કાર્યક્રમ

મોરબી નજીક આવેલ સભારાવાડી પ્રા.શાળા તથા શકત શનાળા (કુ.)પ્રા.શાળા વચ્ચે ટ્વીનીંગ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૪-૯ ને બુધવાર ના રોજ સભારાવાડી શાળાના ૬૫ બાળકો તથા ૩ શિક્ષકોએ શકત શનાળા(કુ.) પ્રા.શાળા ની મુલાકાત લીધી હતી જેમાં બાળકોમાં રહેલ કાર્યક્ષમતા તેમજ આવડત સહિત એકબીજાની વિશેષ પ્રવૃતિઓથી બાળકો તથા શિક્ષકો પરિચિત થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે શકત શનાળા(કુ.) શાળાના ૬૬ બાળકો તથા 3 શિક્ષકોએ સભારાવાડી  પ્રા શાળાની મુલાકાત લીધી હતી જ્યાં સૌઐ પ્રાર્થના કાર્યક્રમ સરસ રીતે જોઈ ને ત્યારબાદ શાળામાં ચાલતી વિવિધ જ્ઞાનસભર પ્રવૃતિઓથી બાળકો ને વાકેફ કર્યા હતા તેમજ શાળામાં એન્ટીક વસ્તુઓનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાળકોએ નિહાળ્યું હતું અને ત્યારબાદ સભારાવાડી પ્રા.શાળાના બાળકોએ ભવ્ય સાસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.ત્યારબાદ બાળકો તેમજ શિક્ષકોએ સાથે મળી ભોજન કર્યું હતું.આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સી.આર.સી.બાબુભાઈ દેલવાડિયા સભારાવાડી પ્રા.શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા,એસ એમ સી અધ્યક્ષ મુળજીભાઈતરફથી બાળકોને ઈનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. #morbitoday




Latest News