ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ સાઈટના ચોથા માળેથી નીચે પડતા બાળકનું મોત


SHARE







મોરબીમાં બાંધકામ સાઈટના ચોથા માળેથી નીચે પડતા બાળકનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર નજીક નવી બનતી બિઝનેસ સાઈટના ચોથા માળેથી નીચે પડતા મજુર પરિવારના ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની ચોકડી પાસે લક્ઝુરીયા બિઝનેસ પાર્ક નજીક નવા બની રહેલ ઇમારત સાઈટના ચોથા માળેથી નીચે પટકાતા પ્રદીપ વિજયભાઈ સિંગાર જાતે આદિવાસી નામના ત્રણ વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું.મૃતક બાળકના માતા-પિતા શોપિંગ કોમ્પલેક્ષમાં મજૂરી કામ કરતા હતા ત્યારે રમતા રમતા ચોથા માળેથી નીચે પડતા માથાના ભાગે થયેલ ગંભીર ઇજાઓના લીધે ત્રણ વર્ષીય પ્રદીપ નામના આદિવાસી બાળકનું મોત નિપજયુ હતું.જેથી કરીને બી ડિવિઝન પોલીસ મથકના પી.જે.પરમારે પ્રાથમિક તપાસ કરી હતી.જ્યારે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના નાડધ્રા ગામે રહેતા રાજલબેન રમેશભાઈ ડાભી નામની ૨૩ વર્ષની મહિલાએ તેના ઘેર ઝેરી દવા પી લેતા તેણીને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે રાજલબેનને ઢોર બાબતે પોતાના સાસુ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો તે વાતનું મનમાં લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા હનીફભાઈ પરમાર પોતાના ૧૪ વર્ષના પુત્ર અરમાનને બાઈકમાં બેસાડીને શાળાએ જતા હતા ત્યારે રસ્તામાં પાણી ભરેલા રોળ ઉપર રોડનો ખાડો ન દેખાતા ખાડામાં મોટરસાયકલનું ટાયર આવતા વાહન સ્લીપ થઈ ગયુ હતું.જેથી ઇજાઓ થતા અરમાન પરમાર નામના ૧૪ વર્ષના બાળકને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ હમીરભાઈ ચૌહાણ નામના ૩૯ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જેથી બી ડિવિઝન પોલીસના અશોકભાઈ સારદીયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.






Latest News