મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-શનાળા પાસે ગોડાઉનમાંથી દારૂની બોટલો સાથે ઝડપાયેલ ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીના પીપળી-શનાળા પાસે ગોડાઉનમાંથી દારૂની બોટલો સાથે ઝડપાયેલ ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના પીપળી ગામની સીમ તથા શકત શનાળા જી.આઇ.ડી.સી. ખાતે જુદાજુદા બે ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે વિદેશી દારૂની નાની મોટી ૧૮૯૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯,૩૪,૬૨૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૨૦,૦૪,૬૨૦ ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના  ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબી એલસીબીના સુરેશભાઇ હંબલ તથા નંદલાલ વરમોરાને મળેલ ખાનગી હકિકત આધારે શનિવારે  પીપળી ગામની સીમમાં આવેલ રોયલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ પ્લોટ નંબર ૧૭ વાળા ગોડાઉનમાં તથા શનાળા જી.આઇ.ડી.સી.માં ધર્મેશભાઇ પ્રજાપતીના ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ફડસર ગામે રહેતો ભરતભાઇ નારણભાઇ ડાવેરા (બોરીચા) તથા તેના ભાગીદાર મુકેશ પૌરારામ બિશ્નોઇ રહે. સરણાઉ તાલુકો સાચૌર વાળાએ બન્ને ગોડાઉન ભાડે રાખી તેમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૧૮૯૬ બોટલો તેમજ મહીન્દ્રા બોલેરો પીકઅપ બે ગાડી, એક બાઇક, ચાર મોબાઇલ આમ કુલ ૨૦,૦૪,૬૨૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી ભરતભાઇ નારણભાઇ ડાવેરા જાતે બોરીચા (૩૬) રહે. ફડસર, રતનલાલ સાજનરામ ગોદરા જાતે બિશ્નોઇ (૪૫) રહે. માણકી, રાજસ્થાન અને પારસ ખીયારામ તેતરવાલ હાથે બિશ્નોઇ (૨૮) રહે. દુધગામ ધોરીમન્ના જિલ્લો બાડમેર વાળાની ધરપકડ કરેલ હતી આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે




Latest News