મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારતાં શિક્ષકોમાં રોષ


SHARE









મોરબી જિલ્લાના શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારતાં શિક્ષકોમાં રોષ

રાજયમાં જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નોને લઇને ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ તો ઉકેલ કરવામાં આવતો નથી અને પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે શિક્ષકો માસ સીએલ ઉપર ગયા હતા જેથી કરીને માસ સીએલ મૂકનારા મોરબી જિલ્લાના શિક્ષકોને ગાંધીનગરના આદેશ મુજબ શિક્ષણાધિકારી દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે જેથી હાલમાં શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઈ છે

રાજયમાં શિક્ષકો અને કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે તો પણ પડતર પ્રશ્નો ઉકેલાતા નથી જેથી કરીને રાજ્યના સંગઠનોના આદેશ મુજબ તા.૧૭/૯ ના રોજ શિક્ષકો માસ સીએલ ઉપર ગયા હતા જેથી કરીને ગાંધીનગરથી આવેલ સૂચના મુજબ હાલમાં મોરબી જિલ્લાના સરકારી શાળાના શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારી પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવી છે જેથી કરીને શિક્ષકોમાં રોષની લાગણી છે અને મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરીને કર્મચારીઓની મુખ્ય માંગણી જૂની પેન્શન પુન: લાગુ કરવા મુદ્દે કોઈ સમાધાન ન થતા શિક્ષકો નારાજગી વ્યક્ત કરવા માટે તમામ જિલ્લાઓની સાથે તા.૧૭ ના રોજ માસ સીએલનો કાર્યક્રમ આપ્યો હતો અને શિક્ષકો સંગઠનની સાથે રહી હકક માંગવા સીએલ ઉપર હતા તો આ બાબતે શિક્ષકોનો ખુલાસો ગ્રાહ્ય રાખવા માંગ કરી છે




Latest News