મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરી અને જીવલેણ અકસ્માતના ગુનામાં ઘટાડો: રેન્જ આઇજી સંદીપસિંહ


SHARE







મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરી અને જીવલેણ અકસ્માતના ગુનામાં ઘટાડો: રેન્જ આઇજી સંદીપસિંહ

રાજકોટ રેન્જમાં આવતા જુદાજુદા જિલ્લામાં સમયાંતરે ક્રાઇમની સમિક્ષા કરવા માટે ઇન્સ્પેક્શન રાખવામા આવે છે તેવી જ રીતે આજે મોરબી જીલ્લામાં રેન્જ આઇજીની હાજરીમાં માળીયા અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબી જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે પત્રકાર પરિષદ રખવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરીના ગુનામાં ઘટાડો થયો છે અને હથિયાર, જુગાર તેમજ દારૂના વધુ ગુના શોધવામાં પોલીસને સફળતા મળી છે

મોરબી જીલ્લામાં પોલીસની કામગીરીનું ઇન્સ્પેક્શન અને સમીક્ષા માટે રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા એસપી કચેરી ખાતે કરવામાં આવી હતી ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મોરબી જિલ્લાની અંદર હત્યાના ગુનામાં ૪૨ ટકાનો ઘટાડો થયો છે તેવીજ રીતે લૂંટના ગુનામાં ૭ ટકા, ઘરફોડ ચોરીના ગુનામાં ૧૦ ટકા,  શરીર સંબંધી ગુનામાં ૧૧ ટકા અને ફેટલ અકસ્માતના ગુનામાં ૭ ટકાનો ઘટાડો થયો છે જો કે, પોલીસ દ્વારા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીલ્લામાં હથિયારના ૪૨ ટકા, જુગારના ૧૨ ટકા અને દારૂના ૧૫ ટકા ગુના વધુ શોધવામાં આવેલ છે અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગુનેગારોને ડામવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે તેવું પણ રેન્જ આઇજીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ




Latest News