મોરબીમાં ઉંચા વ્યાજચક્રમાં યુવાનને ફસાવી હેરાન કરનાર ૧૧ પૈકી ૧ પકડાયો, જેલ હવાલે
મોરબીના નારણકા ગામે સર્પે દંશથી ત્રણ વર્ષની બાળકીનું મોત
SHARE








મોરબીના નારણકા ગામે સર્પે દંશથી ત્રણ વર્ષની બાળકીનું મોત
મોરબી તાલુકાના નારણકા ગામે ખેતરોમાં મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની ત્રણ વર્ષની દીકરીને સર્પે દંશ દીધો હતો જેથી તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે બાળકીના મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા હિતેશભાઈ પ્રભુભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં નાથાભાઈ બામણીયા જાતે આદિવાસીની ત્રણ વર્ષની દીકરીને રીંકુંને ગઈકાલે સર્પે દંશ દીધો હતો જેથી કરીને તેને ઝેરી અસર થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતક બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા બનાવી નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
