મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં ઉંચા વ્યાજચક્રમાં યુવાનને ફસાવી હેરાન કરનાર ૧૧ પૈકી ૧ પકડાયો, જેલ હવાલે


SHARE













મોરબીમાં ઉંચા વ્યાજચક્રમાં યુવાનને ફસાવી હેરાન કરનાર ૧૧ પૈકી ૧ પકડાયો, જેલ હવાલે

જિલ્લા પોલીસવડાના લોકદરબારમાં આવેલ છ ફરિયાદ પૈકી એક પણ ફરિયાદ કેમ ન નોંધાય..?
 
મોરબીમાં ઉંચા વ્યાજચક્રમાં યુવાનોને ફસાવીને કિંમતી જમીન-મકાન લખાવી લેવા કે ચેક લખાવીને બાદમાં હેરાન કરવાનો ધીંકતો ધંધો ધમધમી રહ્યો છે થોડા સમય પહેલા જ એક યુવાનને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યા બાદ ઓફિસે બોલાવીને માર મારવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાવાતા ૧૧ સામે પોલીસે ફરીયાદ નોંધી હતી જે પૈકી હાલમાં ૧ પકડાતા અને ત્રણ દિવસના રીમાંડ પુરા થતા તેને જેલ હવાલે કરાયો છે.
 
મોરબી જીલ્લા પોલીસવડા ઓડેદરા તેમજ ડીવાયએસપી ભારાઇએ આમ જનતા પતરફથી આવતી વ્યાજ વટાવની અરજીઓ બાબતે તપાસ કરી વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુકત કરાવવા સુચના કરી હતી.દરમ્યાન થોડા દિવસો પહેલા ફર્નીચરનો શોરૂમ ધરાવતા ભાર્ગવભાઇ પ્રાણભાઇ રોજીવાડીયા હાલ રહે.પીપળી ગોકુલધામ સોસાયટી ગોકુળ એપાર્ટમેન્ટ ઇ-૫૦૨ મુળ રહે.વંથલી તા.વંથલી સોરઠ જી.જુનાગઢ એ વ્યાજખોરોના ચક્રમાં પોતે ફસાયો હોવાની અને તેને ઓફિસે બોલાવીને માર માર્યો હોવાના સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.જેમા ભાર્ગવભાઇએ કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા રહે. મોટા દહિંસરા, ગજેન્દ્રભાઇ ઉર્ફે ગોપાલભાઇ ભટ્ટ રહે.વાવડી રોડ, ટીંન્કુભાઇ સીંધી લુવાણા રહે.યુમના નગર, ભગીરથસિંહ જાડેજા રહે.મોરબી, રણછોડભાઇ જીવનભાઇ ઉર્ફે લાલભાઇ રહે.બરવાળા, વિરપાલસિંહ નથુભા ઝાલા રહે,પંચાસર, યશભાઇ ખીરૈયા રહે.યમુનાનગર, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા રહે.મોરબી, સુખદેવસિંહ જાડેજા રહે.સામાકાંઠે વિદ્યુતનગર, નીરૂભા ઝાલા રહે.શનાળા અને પ્રશાંતભાઇ રમેશભાઇ કણસાગરા રહે.રાજકોટ એમ ૧૧ સામે ફરીયાદ નોંધાવી હતી.જેની તપાસ બાદ ૧૧ આરોપી પૈકીના ટીન્કુભાઇ મનોજભાઇ જેસીંગાણી સીંધી લોહાણા રહે. યમુનાનગર નવલખી રોડ મોરબીને ગત તા.૧૭-૮ ના પકડીને કોર્ટમાં ૫ દિવસના રીમાન્ડની માંગ સાથે રજુ કરતા કોર્ટે ૩ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા જે રીમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવામાં આવેલ છે.
 
જિલ્લા પોલીસવડાના લોકદરબારમાં આવેલી છ ફરિયાદ પૈકી એકપણમાં ગુનો ન નોંધાયો...?!!
 
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જિલ્લામાં વધી ગયેલા વ્યાજંકવાદને નાથવા માટે જિલ્લા પોલીસવડા ઓડેદરા તેમજ ડીવાયએસપી રાધિકા ભારાઇની અધ્યક્ષતામાં વ્યાજખોરોથી ત્રસ્ત લોકો માટે લોકદરબાર યોજવામાં આવ્યો હતો. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે યોજાયેલ લોક દરબારમાં જિલ્લાના નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે જે કોઈને વ્યાજંકવાદીઓએ લગતી ફરિયાદ હોય તો તેને લઈને તેની લોક દરબારમાં ફરીયાદ કરી શકે છે કે રજૂઆત કરી શકે છે. જોકે ખૂબ ઓછી સંખ્યામાં લોકો આ અંગે લોક દરબારમાં ફરિયાદ કરવા આવ્યા હતા અને જેટલા આવ્યા હતા તેમાંથી છ લોકોએ વ્યાજંકવાદ સામે ફરિયાદ કરી હતી તે પૈકી એકપણમાં હજુ સુધી ફરિયાદ નોંધાયેલ નથી તે હકીકત છે. ફરીયાદીઓ તરફથી ફરિયાદ (એફઆઇઆર) નોંધાવવામાં આવી નથી અથવા તો પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઇ નથી. જે હોય તે પરંતુ અહીં ઉલ્લેખનીય છેકે જે છ લોકોએ લોક દરબારમાં ફરીયાદો કરી હતી તે પૈકી એકપણ બનાવમાં ગુનો નોંધાવા પામેલ નથી.તે નરી વાસ્તવીકતા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News