મોરબીના પંચાસર રોડેથી સાત બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
SHARE









મોરબીના પંચાસર રોડેથી સાત બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ હોલ પાસેથી પસાર કરતા બે શખ્સોને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૯૫૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરે છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ શહેરના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ હૉલ પાસેથી પસાર થતા બે શખ્સોને રોકીને તેની તલાશી લેવામાં આવી હતી ત્યારે તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી માટે પોલીસે ૫૯૫૦ રૂપિયાની કિંમતનો દારૃ ભરેલ થેલો તેની પાસેથી કબજે કર્યો હતો અને હાલમાં કોજસિંહ ઉર્ફ કવરાજ કિશનસિંહ ભાતી જાતે રાજપુત (ઉંમર ૨૬) રહે, કંડલા બાયપાસ રોડ આનંદનગર સોસાયટી તેમજ નરેન્દ્રસિંહ દોલતસિંહ તવર જાતે રાજપૂત (ઉંમર ૨૪) રહે, દલવાડી સર્કલ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ વાળાની ધરપકડ કરે છે અને આ બંને શખ્સોની પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
