મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલ પાસેથી બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE









મોરબીમાં દલવાડી સર્કલ પાસેથી બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનના બાઈકની આડે ગાય ઉતરી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લઈને આવ્યુય હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રહેતા ધવલભાઇ કેશવજીભાઈ ભાડજા (૨૫) ઘરેથી ઓફિસે જતા હતા ત્યારે કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે તેઓના બાઈકની આડે ગાય ઉતરતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને આ બનાવમાં ધવલભાઇ ભાડજાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં થોડા સમય પહેલા કથાકાર રમેશભાઈ ઓઝા આવ્યા હતા ત્યારે તેને પણ રઝડતા ઢોર માટે વ્યાસ પીઠ ઉપરથી યોગ્ય કામગીરી કરવા માટે ટકોર કરી હતી

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના સરૈયા ગામે રહેતા ઉત્તમભાઈ રમેશભાઈ ઢેઢી (ઉંમર ૨૩) ટંકારાથી જબલપુર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જબલપુર ચોકડી પાસે તેઓના બાઇક આડે રોજડુ ઉતર્યું હતું જેથી બાઈકમાંથી ઉત્તમભાઈ નીચે પડી ગયા હતા અને તેને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત ઉત્તમભાઈને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

હળવદના નવા ધનાળા ગામે ઘનશ્યામભાઈની વાડીએ રહેતા દલવાડી મનુભાઈ વીરજીભાઈ બપોરના મોહનભાઈ જેરામભાઈની વાડી પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે બાઇકને બોલેરો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી મનુભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News