મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવેની ઓફિસમાં રેલ કર્મચારીએ જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE









મોરબીમાં રેલવેની ઓફિસમાં રેલ કર્મચારીએ જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસમાં રેલ્વે કર્મચારીએ પોતાના ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે જોકે, રેલવે કર્મચારી દ્વારા ક્યાં કરણોસર રેલવેની ઓફિસમાં પોતાની જાતને જલાવી લેવામાં આવી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રેલ્વે સ્ટેશન પાસે નવલખી રોડ ઉપર આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસમાં ફરજ પર હાજર રહેલા બીપીન લાઠીયા નામના રેલવે કર્મચારીએ આજે બપોરના સમયે ઓફિસની અંદર જ પોતાના ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લેવામાં આવી હતી જેથી બીપીન લાઠીયા ગંભીર રીતે દાજી ગયેલ છે જેથી તાત્કાલિક ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જોકે અહીંયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક તેને વધુ સારવાર માટે મોરબીથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે

વધુમાં આ બનાવ સંદર્ભે સિનિયર સેક્શન ઓફિસર ભાર્ગવ જોશી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તેમની ઓફિસમાં કામ કરતા રેલવે કર્મચારી બીપીન લાઠીયાએ પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી તે ગંભીર રીતે દાજી ગયો છે અને વધુમાં તેઓએ એવું પણ જણાવ્યુ છે કે, છેલ્લા થોડા દિવસોથી તે પારિવારિક પ્રશ્નોને લઈને ગુમસૂમ રહેતા હતો તેવું તેના સાથી કર્મચારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે પરંતુ ખરેખર કયા કારણોસર બીપીન લાઠીયાએ જાતને જલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી છે




Latest News