મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામની સીમમાં આદિવાસી યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE









મોરબીના રંગપર ગામની સીમમાં આદિવાસી યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં આદિવાસી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ઊંચાઈ ઉપરથી પડવાના કારણે આદિવાસી યુવાનનું મોત થયું હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જો કે પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર ઉપર રંગપર ગામની સીમમાં આવેલ મહાદેવ મિનરલના લેબર ક્વાર્ટરમાં રહેતો સુનિલ રમેશભાઈ મેડા જાતે આદિવાસી નામના યુવાનનો મૃતદેહ રંગપર ગામની સીમમાંથી મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ કહે લઈ આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલે પહોચી છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ઊંચાઈ ઉપરથી પડી જવાના કારણે યુવાનનું મોત થયું હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જો કે, આગળની તપાસ ચાલુ છે

અકસ્માતમાં ઇજા

કોંઢ ગામે મેલડી માતાજીના મંદિર પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ગમલાભાઈ ખલજીભાઈ નાયકા (૫૩) રહે કોંઢ વાળાને ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News