મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવે ઓફિસ પાસે કચરો સળગાવતા દાઝી ગયેલા રેલવે કર્મચારીનું સારવારમાં મોત


SHARE









મોરબીમાં રેલવે ઓફિસ પાસે કચરો સળગાવતા દાઝી ગયેલા રેલવે કર્મચારીનું સારવારમાં મોત

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસ પાસે રેલ્વે કર્મચારી દ્વારા કચરો સળગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે કેરોસીન ભરેલ શીશો આગમાં પડી ગયો હતો જેથી ભડકો થયો હતો અને તે આગમાં દાઝી જવાથી રેલ્વે કર્મચારીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમ્યાન રેલવે કર્મચારીનું  સારવારમાં મોત નીપજયું છે તેવું રેલવેના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રેલ્વે સ્ટેશન પાસે નવલખી રોડ ઉપર આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસ પાસે રેલવેમાં ફરજ પર હાજર રહેલા બીપીન ભાનુભાઇ (૩૫) રહે. ન્યુ રેલવે કોલોની વાળા ઓફિસ પાસે આગ લગતા ગંભીર રીતે દાજી ગયેલ હતા જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હોવાની હાલમાં રેલવેના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અત્રે ઉલેખનીય છે કે, રેલવેની ઓફિસ પાસે કચરો સળગાવવાનું કામ કરતાં સમયે બીપીનભાઈ કેરોસીન ભરેલ શીશો ચાલુ આગમાં પડતાં દાઝી ગયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે હવે રેલવે અને પોલીસે વિભાગે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે




Latest News