મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસેથી મળેલ લાશની ઓળખ મળી: હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા 


SHARE









મોરબીના બંધુનગર પાસેથી મળેલ લાશની ઓળખ મળી: હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા 

મોરબીના બંધુનગર ગામ પાસેથી શનિવારે સાંજના સમયે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ હતો અને આ મૃતક યુવાનની હાલમાં ઓળખ થયેલ છે અને તેના પરિવારજનો પણ મોરબી આવી ગયા હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવમાં હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બંધુનગર નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનાના ગેઇટ પાસેથી અજાણ્યા યુવાન પુરુષની લાશ મળી હતી જેથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહને સિવિલે ખસેડીને  મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં તાલુકા પીએસઆઈ અજમેરી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિનું નામ મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભર જાતે આદિવાસી (૨૯) રહે, હાલ મોરબી મૂળ ઋણજી ગામ પેટલાવાદ, જાંબવા એમપી વાળો હોવાનું સામે આવ્યું છે અને તેના પરિવારજનો હાલમાં મોરબી આવી ગયેલ છે વધુમાં અધિકારીએ એવું પણ જણાવ્યુ છે મૃતક વ્યક્તિને મુંઢ માર મરવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને આ બનાવમાં હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા છે




Latest News