મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે કપાઈ જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના લાલપર પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે કપાઈ જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના લાલપર ગામ પાસે ડેલ્ટા સીરામીક નજીકથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે આવી જતા કપાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ ડેલ્ટા સીરામીક કારખાના સામેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર જયંતીભાઈ ગોરધનભાઈ શેખ જાતે કોળી (૨૬) રહે. મિલેનિયમ પેપરમીલ મજૂરની ઓરડી વાળો ટ્રેન હડફેટે કપાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ રસિકભાઈ ગોરધનભાઈ શેખ રહે. મિલેનિયમ પેપર મિલ મજુરની ઓરડી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ પાસે પેટ્રોલ પંપ વાળી શેરીમાં ટ્રક નંબર જીજે ૩ બીવાય ૫૫૨૫  ના ચાલકે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવીને ફરિયાદી પ્રવીણભાઈ ઓધવજીભાઈ દેત્રોજા જાતે પટેલ (ઉમર ૪૮) રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી વાળાના જમણા પગ ઉપરથી ટ્રકનું ટાયર ફેરવી દેતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાસી ગયો હોય હાલમાં પ્રવીણભાઈ દેત્રોજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News