મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નવલી નવરાત્રીમાં પ્રાચીન-અર્વાચીન ગરબીમાં ભક્તિ સાથે ગરબે ઘુમવા માટે બાળાઓ સહિતનાતૈયાર


SHARE













મોરબીમાં નવલી નવરાત્રીમાં પ્રાચીન-અર્વાચીન ગરબીમાં ભક્તિ સાથે ગરબે ઘુમવા માટે બાળાઓ સહિતનાતૈયાર

નવરાત્રી એટલે શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગાવાનો દેશનો સૌથી લાંબો અને યુવક, યુવતીઓ જ નહિ નાના મોટા તમામનો મન ગમતો પર્વ એટલે નવલી નવરાત્રીનો આજથી પ્રારંભ થવાનો છે ત્યારે મોરબીમાં વર્ષોથી કરવામાં આવતી પ્રાચીન ગરબી, શેરી ગરબા અને ફ્લેટ ગરબા તેમજ અર્વાચીન રસોત્સવમાં ગરબાના અવનવા સ્ટેપ તેમજ ટ્રેડિશનલ વસ્ત્રો સાથે ગરબા રમવા માટે બાળાઓ અને ખેલૈયાઓ સહિતના લોકો તૈયાર છે

આજથી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે મોરબીની બજારમાં નવરાત્રીની ધૂમ ખરીદી જોવા મળી રહી છે માં શક્તિની આરાધના કરવા માટે લોકો ગરબાની ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને માટીના ગરબામાં રંગબેરંગી ડીઝાઇન વાળા તેમજ અવનવી વેરાયટી વાળા એટલે કે ટ્રેડિશનલ વર્ક કરેલા, આભલા ચોંટાડેલા ગરબા બજારમાં જોવા મળી રહ્યા છે સાથે-સાથે માતાજીના ચૂંદડી, અગરબત્તી, ધૂપ દીપ સહિતની પૂજન અર્ચન માટેની સામગ્રી પણ લેવામાં આવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા દાયકાથી અર્વાચીન રસોત્સવનો ક્રેઝ વધ્યો છે જો કે પ્રાચીન ગરબીની જમાવટ સામે અર્વાચેન ગરબા હજુ પણ જાખા જ પડે તેમ છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી

મોરબીની જુદી જુદી સોસાયટીઓમાં ઠેર-ઠેર નાની મોટી પ્રાચીન ગરબીઓના થઈ રહ્યા છે જો કે પ્રાચીન ગરબીમાં હવે થોડો અર્વાચીન જેવો ટચ આપવો પડે છે તે પણ હક્કિત છે પરંતુ આ ગરબીઓ માં માતાજીના ગરબા, છન્દ અને પૂજન અર્ચન હજુ પણ જૂની પદ્ધતિથી જ કરવામાં આવે છે મોરબી શહેરમાં ગેસ્ટ હાઉસ રોડ પર શક્તિ ચોક ગરબી, સુપર માર્કેટ પાસે ખોડિયાર ચોક ગરબી, નાની રાવલ શેરી, માધાપર સોશિયલ ગ્રુપ દ્વારા પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે તેમજ વજેપર, વાઘપરા, કાલિકા પ્લોટ, સનાળા રોડ, રવાપર રોડ, જુના બસસ્ટેન્ડ, પરસોતમ ચોક, સામાકાંઠે લાલબાગ, રોટરી, રીલીફનગર, વર્ધમાન સોસાયટી,રામકૃષ્ણ નગર, વિદ્યુતનગર, સો ઓરડી વરિયા પ્રજાપતિ ગરબી, ચામુંડા ગરબી મંડળ, ભઠાવાળી લાઈનમાં શક્તિ ગરબી, ગાંધી જવાહર ગરબી, ગાંધી ચોકમાં પણ ભવ્ય ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે

જો કે, કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી અર્વાચીન ગરબીનો બંધ હતી પરંતુ આ વર્ષે સંકલ્પ નવરાત્રિ મહોત્સવ, પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને ઉમિયા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માં શક્તિની ભક્તિ સાથે નવરાત્રી ઉજવવા માટે બાળાઓ સહિતના લોકોમાં આ વર્ષે થનગનાટ જોવા મળી રહ્યો છે જયારે મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં મોરબી પાલિકાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા માં ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં નાની બાળાઓથી માંડીને તમામ મહિલાઓ વિનામુલ્યે ગરબે ઘૂમી શકે છે અને ત્યાં બાળાઓ સહિતનાને જુદાજુદા ઇનામો પણ આપવામાં આવે છે જેથી કરીને આ ગરબીનું સ્થાનિક લોકોમાં ખુબ જ આકર્ષણ છે






Latest News