મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન


SHARE









મોરબીમાં અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધીના રસ્તા ઉપરના દબાણ દૂર કરવા પાલિકાએ કર્યું ડિમોલિશન

મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી તેના માટે પાલિકાના આપદાધિકારીઓ અને રાજ્ય મંત્રીને આ મુદે રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર બાદ પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકીયા હનુમાન સુધી દબાણ દૂર કરવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને પાકા દબાણને પણ તોડી પાડવામાં આવેલ છે

મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણી ભરાઈ જતું હોવાથી લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ મુદે પાલિકાના પદાધિકારીઓ અને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયાના મંત્રી સુધી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી જેથી પાલિકા તંત્ર દ્વારા અવની ચોકડીથી ચોકિયા હનુમાન મંદિર સુધી રસ્તાને પહોળો કરવા માટે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ગેરકાયદે કરવામાં આવેલા કાચા અને પાકા બાંધકામોને તોડી પાડયા હતા. અને રસ્તો પહોળો કરવામાં આવેલ છે આ કામ પાલિકાના હિતેશભાઈ રવેશિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને અહી ભવિષ્યમાં વરસાદી પાણી ન ભરાઈ તેના માટે પણ આગામી દિવસોમાં કામ કરવામાં આવશે




Latest News