​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીમાં આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધા યોજાઇ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા.૨૪ ના રોજ Climate change dipartment pledge & slogan competition એટલે કે આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પત્ર લેખન સ્પર્ધા એમ.એમ.સાયન્સ કોલેજ ખાતે આયોજન કરેલ.જેમાં પ્રિન્સીપાલ ડૉ.એચ.સી.માંડવિયા તથા ડૉ.બી.એમ.શર્મા એનસીસી ઑફીસરનાં સહયોગથી સાયન્સ કોલેજનાં વિધાર્થીઓએ આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધામાં પોસ્ટ કાર્ડ ઉપર આપણી આબોહવાના બદલાવ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પોસ્ટકાર્ડ દ્વારાં આબોહવાના પરિવર્તન માટે જાગૃતિ લાવવા માટે અને સમાજમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરેલ આ આબોહવા પરિવર્તન પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સ્પર્ધાનું આયોજન એલ.એમ.ભટ્ટ તથા દિપેનભાઈ ભટ્ટ "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં કરવામાં આવ્યુ હતુ.




Latest News