મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રામઘાટ પાસે નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર કુંવારી માતા સહિત ત્રણની ધરપકડ


SHARE







મોરબીના રામઘાટ પાસે નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર કુંવારી માતા સહિત ત્રણની ધરપકડ

મોરબીમાં રામઘાટ વાળી શેરી પાસેથી મચ્છુ નદીની દીવાલ નજીકથી થોડા દિવસો પહેલા મૃત હાલતમા ત્યજી દેવાયેલ નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી સ્ત્રીની સામે ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે નોંધીને હાલમાં પોલીસ રામઘાટ પાસે નવજાત બાળકીને ત્યજી દેનાર કુંવારી માતા સહિત ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે

મળતી વિગત પ્રમાણે ગત તા.૧૧ ના સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના રામઘાટ પાસે મચ્છુ નદીના કાંઠે દિવાલની ઉપરથી અજાણી સ્ત્રી દ્વારા ત્યજી દેવામાં આવેલ નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને જે તે સમયે તે મૃતદેહને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને પોલીસે તેને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ હતી દરમ્યાન મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ ગુનામાં રામઘાટ પાસે નવજાત બાળકીને ત્યજી દેનાર કુંવારી માતા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે

વધુમાં મળતી માહિતી મુજબ જે કુંવારી માતાએ રામઘાટ પાસે નવજાત બાળકીને ત્યજી દીધી હતી તેની સગાઈ થઈ ગઈ હતી અને તેના ભાવિ પતિ સાથે શરીર સબંધ બાંધ્યો હતો જેથી કરીને તેને ગર્ભ રહી ગયો હતો અને તેને મૃત બાળકીને જન્મ આપ્યો હતો જેથી કરીને તેને રામઘાટ પાસે ત્યજી દેવામાં આવી હતી હાલમાં પોલીસે બાળકીને ત્યજી દેનાર કુંવારી માતા તેમજ તેના બે બનેવીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે






Latest News