મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરીના આંગણામાં સરકારના પગાર વધારાના પરિપત્રની હોળી કરતી આશાવર્કર- આશાફેસિલિટરો બહેનો


SHARE









મોરબી કલેક્ટર કચેરીના આંગણામાં સરકારના પગાર વધારાના પરિપત્રની હોળી કરતી આશાવર્કર- આશાફેસિલિટરો બહેનો

તાજેતરમાં સરકારે આશાવર્કર- આશાફેસિલિટરોના પગારમાં બે હજારનો વધારો કરીને તેનો પરિપત્ર પણ બહાર પડ્યો છે ત્યારે આ પગાર વધારાને આશાવર્કર- આશાફેસિલિટરોએ લોલોપોપ ગણાવી છે અને પગાર વધારાના સરકારના પત્રની મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં હોળી કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આશાવર્કર- આશાફેસિલિટરો પગાર વધારા સહિતની માંગ કરી રહી છે અને તેનું શોષણ કરવામાં આવી રહયું છે તેવું મહિલાઓ કહી રહી છે ત્યારે સરકાર દ્વારા મહિલાઓના પગારમાં બે હાજરનો વધારો કરીને પરિપત્ર બહાર પડેલ છે તેની સામે મોરબી જીલ્લામાં આશાવર્કર- આશાફેસિલિટરોએ નારાજગી વ્યક્ત કરી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરકારના પગાર વધારાના પરિપત્રને લોલોપોપ ગણાવી તેની કલેક્ટર કચેરીના પટાંગણમાં હોળી કરલે છે અને યોગ્ય પગાર વધારાની માંગ કરી છે.




Latest News