વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે કારખાનેદારની કાર સાથે થોડા સમય પહેલા કાર અથડાવીને માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ કારમાંથી કારખાનામાં હિસાબના ૨.૯૬ લાખની લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અમુક આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં સેન્ટરવ્યૂ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૧ માં રહેતા અને સિરામિકનું કારખાનું ધરાવતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી (ઉંમર ૩૪)એ થોડા દિવસો પહેલા  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુલતાનભાઈ, અજયભાઈ, ગૌતમભાઈ મકવાણા અને અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની કાર નં. જીજે ૨૩ બીએલ ૮૧૭૧ લઈને પોતાના કારખાનેથી કારખાના હિસાબના ૨.૯૫ લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે આવેલ શાળા નજીક સામેથી આવી રહેલા એસક્રોસ કાર નં. જીજે ૩૬ એફ ૦૫૨૭ લઈને આવેલા શખ્સે પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી હતી અને ત્યારબાદ પથ્થરના છુટ્ટા ઘા કાર ઉપર કરીને કાચમાં નુકશાની કરી હતી અને ફરિયાદી રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી સહિતનાને માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ ગૌતમભાઈ જયંતિભાઈ મકવાણા, પારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા અને અજયભાઈ જગદીશભાઇ ચરોલાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.આઇ. પઠાણ દ્વારા અમિત કુબેર મકવાણા (૩૦) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબી અને ભરત ઉર્ફે જેડી જગદીશ ચૌહાણ (૨૮) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબીની કલમ ૩૨૩, ૩૦૭, ૩૯૫ વિગેરે હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.




Latest News