વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા


SHARE









રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા

નવરાત્રિના પર્વ નિમિત્તે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ) રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બુધવારે “માઁ નવરાત્રી” મહોત્સવ, “શક્તિધામ નવરાત્રી” મહોત્સવ, "ઉમિયા નવરાત્રી" મહોત્સવ, “સંકલ્પ નવરાત્રી” મહોત્સવ અને “પાટીદાર નવરાત્રી” મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીની સુપ્રસિદ્ધ ઉમિયા નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રી મેરજા દ્વારા માતાજીની આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું આ વેળાએ આયોજક અને અગ્રણી અનીલભાઇ વરમોરાના હસ્તે મંત્રી બ્રીજેશ મેરજાનું સન્માન કરાયુ હતુ.તે ઉપરાંત સંકલ્પ નવરાત્રી મહોત્સવની પણ બ્રીજેશભાઇએ મુલાકાત લીધી હતી જેના આયોજક એવા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી દ્રારા સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું.આ વેળાએ શૈલેષભાઇ રાવલ, શશાંકભાઇ દંગી, દુર્લભજીભાઇ દેથરીયા, હિરાભાઇ ટમારીયા, અરવિંદભાઇ વાંસદડીયા, જિગ્નેશભાઇ કૈલા વગેરે જોડાયા હતા.બાદમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રી બ્રીજેશ મેરજાનું આયોજક અજયભાઇ લોરિયા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સામાકાંઠે માઁ નવરાત્રી મહોત્સવના આયોજનમાં સહભાગી થયેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું નગરપાલિકાના ઉપપ્રમુખ અને આયોજક જયરાજસિંહ જાડેજા તેમજ તેમના ભાઇ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ વેળાએ સુરેશભાઇ સીરોયા, મનુભાઇ બરાસરા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News