મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ગરબા પાર્ટી પ્લોટ નજીક અપશબ્દો બોલી ઠઠ્ઠા મશ્કરી કરતા ત્રણની ધરપકડ


SHARE









મોરબીમાં ગરબા પાર્ટી પ્લોટ નજીક અપશબ્દો બોલી ઠઠ્ઠા મશ્કરી કરતા ત્રણની ધરપકડ

મોરબીમાં આયોજિત ગરબા પાર્ટી પ્લોટ નજીક જાહેરમાં લોકોની રૂચિનો ભંગ થાય તે રીતે અપશબ્દો બોલીને ઠઠ્ઠા મશ્કરી કરી નિર્લજ વર્તન કરતાં ત્રણ ઈસમો વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરીને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર લીલાપર રોડ ઉપર આવેલ ઉમિયા નવરાત્રીના ગેઇટ પાસે ત્રણ ઈસમો જાહેરમાં બખેડો કરતા હોય અને જાહેરમાં અપશબ્દો બોલીને ઠઠ્ઠા મશ્કરી કરીને જાહેરમાં નિર્લજ વર્તન કરતા હોય ત્યાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા કલમ ૧૧૦ અને ૧૧૭ મુજબ સંજય ગીગાભાઇ બતાળા જાતે ભરવાડ (૨૪) ધંધો દૂધનો વેપાર રહે.ખોડીયાર સોસાયટી નાની વાવડી તા.જી.મોરબી, મોતીભાઈ બાબુભાઈ બતાળા જાતે ભરવાડ (૨૧) ધંધો પશુપાલન રહે.ખોડીયાર સોસાયટી નાની વાવડી તા.જી.મોરબી અને કુલદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા જાતે દરબાર (૨૦) ધંધો ખેતી રહે.નાની વાવડી તા.જી.મોરબી મૂળ રહે.તારાણા તા.જોડીયા જી.જામનગર સામે ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

એસીડ પી જતા સારવારમાં

મોરબીના વીસીપરામાં કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા ફકીરભાઈ હાજીભાઈ સંધિ નામના ૪૨ વર્ષના યુવાને તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે. તેમજ મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામે રહેતી હેતલબેન દિલીપભાઈ સોલંકી નામની ૧૬ વર્ષીય યુવતી કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી જતા તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી જેથી કરીને તાલુકા પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.જયારે મોરબીના લખધીરપુર રોડ ઉપર એન્ટિક સીરામીક પાસેના હોલીસ સિરામિક નજીક રહેતી નંદીનીકુમારી શિવકુમાર અરેબાન નામની ૨૧ વર્ષીય પરપ્રાંતિય મહીલાએ અગમ્ય કારણોસર દવા પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.




Latest News