મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

હળવદના નવા ઘનશ્યામ ગઢમાં ચા બનાવ બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરણીતાનો આપઘાત


SHARE







હળવદના નવા ઘનશ્યામ ગઢમાં ચા બનાવ બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરણીતાનો આપઘાત

હળવદના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં પરણીતાને ચા બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થઈ હતી જેથી કરીને તેને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો આવી જ રીતે હળવદના રાસંગપર રોડ ઉપર આવેલ કંડેશ્વર હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ છાપરામાં ઝેરી દવા પીને પરણીતાએ આપઘાત કરેલ છે જેથી કરીને બંને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના ગડોથ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ વશરામભાઈ કડીવાલ જાતે પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કરણભાઈ સુરેશભાઈ નાયકના પત્ની ઉર્મિલાબેન (ઉંમર ૧૮) એ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતક મહિલાના સસરા સુરેશભાઈ ગણપતભાઈ નાયક જાતે આદિવાસી (ઉમર ૩૫) રહે. હાલ નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ પટેલની વાડી વાળા હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ઉર્મિલાબેનને તેના પતિ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને હળવદ પોલીસે આ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે આપઘાતના બીજા બનાવમાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ખરબડા ગામના રહેવાસી અને હાલમાં હળવદના કંડેશ્વર હનુમાનજી મંદિરે રહેતા મનોજભાઈ રજુભાઈ રાઠવા જાતે આદિવાસીના પત્ની મંજુબેન મનોજભાઈ રાઠવા (ઉંમર ૫૦) એ કોઈ કારણોસર રહેણાંક છાપરામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News