વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં બંધ ઉભેલા કન્ટેનર ઉપરથી નીચે પટકાતા મજૂર યુવાનનું મોત


SHARE









વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં બંધ ઉભેલા કન્ટેનર ઉપરથી નીચે પટકાતા મજૂર યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં બંધ કન્ટેનર ઉપરથી નીચે પટકાતા માથામાં ગંભીર થવાથી મજૂરી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો રાજીવરંજનકુમાર નાગેશ્વરસિંહ (ઉંમર ૩૦) કારખાનામાં બંધ ઉભેલ ટ્રક કન્ટેનર ઉપર ચડ્યો હતો અને ત્યાંથી અકસ્માતે તે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

ટંકારા તાલુકાના લજાઈ ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવમાં પ્રકાશભાઈ દેવજીભાઈ મકવાણા (ઉંમર ૩૫) ને ઇજાઓથી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતો જયેશ બાબુભાઈ વીંજવાડીયા (૧૮) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે માળિયાની તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે




Latest News