મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા વાંકાનેર ખાતે યોજાશે


SHARE







મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા વાંકાનેર ખાતે યોજાશે

રમત-ગમતયુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર દ્વારા પ્રેરિતકમિશ્નરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીમોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા૨૦૨૨ -૨૩ નું આયોજન તા. ૬/૧૦ ના રોજ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધા અન્વયે નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કુલમાંથી આપવવામાં આવશે. જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા ૨૦૨૨-૨૩ અન્વયે ઉપરોક્ત સ્થળ તથા તારીખે  ફોર્મ ભરેલ સ્પર્ધકોએ હાજર રહેવું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વિના મુલ્યે તાલીમ વર્ગ યોજાશે

રોજગાર વિનિમય કચેરીઓ અને બોર્ડર સીક્યુરીટી ફોર્સના સંયુક્ત ઉપક્રમે ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસના વિના મુલ્યે નિવાસી તાલીમ વર્ગનું આયોજન બોર્ડર સીક્યુરીટી ફોર્સ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષની ઉંમર૧૬૮ સેન્ટીમીટરની ઉંચાઇ અને ૭૭ સેન્ટીમીટરથી ૮૨ સેન્ટીમીટરની છાતી ધરાવતા (અપંગો સિવાય) ઉમેદવારો અરજી કરી શકે છે. સદર તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છુક મોરબી જિલ્લાના ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરીમોરબીને નિયત નમુનામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોફોટોઆઇ.ડી.પ્રુફમેડિકલ સર્ટીફિકેટબેન્ક પાસબુક વગેરેની નકલો સાથે તાત્કાલિક અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે. અરજી પત્રક રોજગાર વિનિમય કચેરી,મોરબી નવું સેવા સદન બીજો માળ રૂમનં ૨૧૫ માંથી વિના મુલ્યે મળી શકશે તેવું જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે






Latest News