મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો !
Breaking news
Morbi Today

મોરબીની આંગડિયા લૂંટના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: હજુ એકની શોધખોળ


SHARE







મોરબીની આંગડિયા લૂંટના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: હજુ એકની શોધખોળ

મોરબીના દલવાડી સર્કલ પાસેથી આંગડિયાના રોકડા ૧.૧૯ કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ પોલીસે સાત આરોપીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી જે શખસોના નામ સામે આવ્યા હતા તે પૈકીનાં વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવેલ છે અને હજુ આ ગુનામાં એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીમાં રાજકોટ શાખામાંથી  તા ૩૧/૩ ના રોજ સવારે પાર્સલ મોકલાવવામાં આવ્યા હતા તે સોમનાથ ટ્રાવેલ્સમાં દલવાડી સર્કલે આવ્યા હતા અને વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ આવીને હુમલો કર્યો હતો અને રોકડા ૧.૧૯ કરોડ રૂપિયા લૂંટીને નાશી ગયા હતા જેની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં પોલીસે અગાઉ મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ, સવસીભાઇ હકાભાઈ ગરંભડિયા, સુરેશ મથુરભાઇ ગરંભડિયા, પંકજ કેશા ગરંભડિયા, અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણ અને ઈમરાન અલ્લરખા ચૌહાણ પકડાય હતા જેની પાસેથી ત્રણ શ્ખ્સોના નામ સામે આવ્યા હતા જેમાં વનરાજ ઉર્ફે રવિ જાદવભાઇ રંગપરા જાતે કોળી, દેવાયત ખેંગારભાઇ મંદોરીયા જાતે દેવીપુજક અને કાળુ ખેંગારભાઇ મંદોરીયા જાતે દેવીપુજક રહે. ત્રણેય કસવાડી તાલુકો સાયલા વાળાના નામ સામે આવ્યા હતા તે પૈકીનાં પ્રભાત ઉર્ફે કાળુ ખેંગારભાઇ મંદોરીયાની પોલીસે અગાઉ આ ગુનામાં ધરપકડ કરી હતી જેથી આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ મળીને સાત આરોપી પકડાયા હતા અને હાલમાં પોલીસે આ ગુનામાં વિનોદ ઉર્ફે દેવો ખેંગારભાઇ મંદોરીયા જાતે દેવીપુજક (૩૨) રહે, કસવાડી તાલુકો સાયલા વાળાની પોલીસે લૂંટના ગુનામાં કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો લઈને ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે વધુમાં પોલીસે પાસેથી મળતી માહિતી વિનોદ ઉર્ફે દેવો ખેંગારભાઇ મંદોરીયા સામે  મારા મારી લૂંટ સહિતના ૧૨ જેટલા ગુના નોંધાયેલ છે અને જયારે મોરબીમાં લૂંટ કરવામાં આવી હતી ત્યારે આ આરોપી સાથે જ હતો અને તેને ગિલોલ મારી હતી તેવું જાણવા મળેલ છે

માવતરે ઠપકો દેતા દવા પી ગયેલ યુવતી સારવારમાં

મોરબીના જેતપર ગામે રાજુભાઈ પ્રભુભાઈ અઘારાની વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા પરિવારની ઉંમરબેન બકાભાઇ બાવાભાઈ નાયક નામની ૨૨ વર્ષીય યુવતી ઝેરી દવા પી જતા તેણીને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા ખુલ્યુ હતું કે ઉંમરબેનને તેના મા-બાપ દ્વારા ખેતી કામ અને ઘરકામ બાબતે ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યુ હતું.જે બાબતનું માઠું લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.જ્યારે મોરબીના નાનીવાવડી ગામે ચંપાબેન બાબુભાઈ વાઘેલા નામના ૫૫ વર્ષીય મહિલાએ ફિનાઈલ પી લેતા તેઓને સારવાર માટે અત્રે મંગલમ હોસ્પિટલે ખસેડાયા હતા અને બનાવની તપાસ કરી રહેલા અજીતસિંહ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ માનસિક બીમારી સબબ ચંપાબેનની દવાઓ ચાલુ હોય અને તેઓએ માનસિક બીમારીને લીધે ઉપરોકત પગલું ભરી લીધું હતું.તેમજ મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી નજીક રહેતા નિતેશ રાયસીંગભાઈ કટેસિયા નામના ૨૩ વર્ષના યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News